Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના 206 જળાશયોમાં 37 ટકાથી વધુ જળસંગ્રહ, 16 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ

Live TV

X
  • ગુજરાતના 16 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 42.09 ટકા જળ સંગ્રહ

    રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,83,660 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,12,156 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 37.87 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ,જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

    આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 16 જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા, સસોઈ-2, ફુલઝર-1, રૂપારેલ, ઉંડ-3, ફુલઝર-2, ડાય-મિનસર, વોડીસંગ ડેમ, પોરબંદરના અડવાણા, કાલીન્દ્રીં, સોરઠી અને ફોદારનેશ ડેમ, દેવભૂમિ દ્વારકાના સિંધાણી, સુરેન્દ્રનગરના વાંસલ, કચ્છના કાલાધોધા તથા રોજકોટ જિલ્લાના ફોફળ-1 ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના 36 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 25 ડેમ 50થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 52 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. 

    આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 42.09 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 39.86 ટકા,મધ્ય ગુજરાતના 17માં  36.37, કચ્છના 20માં 28.36 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.60 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply