Skip to main content
Settings Settings for Dark

ગુજરાતને લાગ્યો દેશ ભક્તિનો રંગ, ઠેર ઠેર યોજાઈ તિરંગા યાત્રા

Live TV

X
  • સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનીનો ઉત્સવ આખો દેશ મનાવી રહ્યો છે ત્યારે ગુજરાતા રાજ્યમાં પણ ઠેર ઠેર તિરંગા યાત્રા યોજી આઝાદીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

    સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનાં ભાગરૂપે કોડીનાર તાલુકામાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું.. કોડીનાર ખાતે યોજાતેલી તિરંગા યાત્રા કુમાર શાળાથી નાલંદા સ્કુલ થઈને ગર્લ્સ સ્કુલ ખાતે સમ્પન્ન થઈ હતી.. ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ અગ્રણીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરાઈ હતી.. ત્યારબાદ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરાયું હતું.. તો ઈણાજના જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની ઉપસ્થિતીમાં સમગ્ર વહીવટી તંત્ર દ્વારા જિલ્લા સેવા સદનનાં પટાંગણમાં  સામૂહિક રીતે તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થયા હતા..

    હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મહેસાણા શહેરમાં મહેસાણાના લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી.. આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં મહેસાણાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.. “વંદે માતરમ“ અને “ભારત માતાકી જય” ના જય ઘોષ સાથે નીકળેલી આ તિરંગા યાત્રાનો મહાનુભાવોએ મોઢેરા ચોકડીથી લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યું હતું. મોઢેરા ચોકડીથી રાજકમલ થઈ રાધનપુર ચોકડી અને ગોપીનાળાથી ગાંધીજીની પ્રતિમા આગળ સમાપ્ત થઈ હતી..

    15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી ની પૂર્વ સંધ્યાએ જુનાગઢ ખાતે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ કૃષિ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હર ઘર તિરંગા યાત્રા પહેલા જૂનાગઢમાં ઘરે ઘરે તિરંગો લહેરાવાયો. જૂનાગઢની ઐતિહાસિક બાઉદીન કોલેજ ખાતેથી ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રા નીકળી જે યાત્રા કૃષિ યુનિવર્સિટીના સરદાર સભા ગૃહ ખાતે સંપન્ન કરવામાં આવી આ યાત્રામાં પોલીસ બેન્ડ સહિત વાજતે ગાજતે તિરંગા યાત્રા પહોંચી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીતોથી લોકો જૂમી ઊઠ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply