વડોદરાનું મહિલા રાઈડર્સનું ગ્રુપ નડાબેટ સુધી બાઈક પર જવા રવાના
Live TV
-
વડોદરા સ્થિત મહિલા રાઈડર્સનું ગ્રુપ વિંગ્સ એન્ડ વ્હીલ્સના 10 મહિલા રાઈડરો મહિલા સશક્તિકરણનો પરચો આપતા બાઈક પર વડોદરાથી નડાબેટ સુધી જવા રવાના થયા છે.
આ પ્રથમ મહિલા બાઇક રાઈડર્સ ગ્રુપ છે જે બાઇક ચલાવીને ભારત પાકિસ્તાનની સરહદના નડાબેટ ગામે 7 કલાકમાં 350 કિલોમીટરનું અંતર કાપીને પહોંચશે.
મહિલા બાઈકર ગ્રુપ વિંગસ એન્ડ વહીલ્સ જેમાં 20થી 45 વય જૂથની 10 મહિલાઓ 15મી ઓગસ્ટની ઉજવણી BSFના જવાનો સાથે કરશે. દિવ્યાંગ બાળકોએ બનાવેલી150થી વધુ રાખડીઓ અને150થી વધુ ગ્રીટિંગ કાર્ડ જવાનોને આપવામાં આવશે.
આ બાઈક યાત્રા કરવાનો મુખ્ય હેતુ રાજ્યની મહિલાઓમાં મહિલા સશક્તિકરણનો સંદેશો આપવાનો છે. તેમજ શહેરની વિવિધ સ્કૂલોના બાળકોએ બનાવેલી રાખડીઓ બીએસએફના જવાનો સુધી પહોંચાડી તેમને રાખડી બાંધવાનો છે.
