ગુજરાતભરમાં થશે મેઘમહેર, અતિભારે વરસાદની આગાહી
Live TV
-
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જન્માષ્ટમી દરમિયાન ગુજરાતભરમાં મેઘમહેર થવાની સાથે આગામી સતત 3 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી છે. 26 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને 27 ઑગસ્ટે સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત આણંદ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.