Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 'લખપતી દીદી' કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • સ્વ સહાય જૂથોને વિવિધ સહાય અંતર્ગત રુ. ૩ કરોડથી વધુ રકમના ચેકનું વિતરણ

    ગ્રામીણ મહિલાઓને સ્વ સહાય જૂથના માધ્યમથી આત્મનિર્ભર અને લખપતી બનાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન'  અંતર્ગત ગાંધીનગર જિલ્લા ખાતે સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, PM નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા 'લખપતી દીદી' કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લામાં કાર્યરત સ્વ સહાય જૂથોની 11 મહિલાઓને મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.   

    આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જિજ્ઞાસા વેગડાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા  સ્વ સહાય જૂથોની 500 જેટલી મહિલાઓએનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. અને PMનો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો હતો. સખી મંડળ અંતર્ગત સફળતા મેળવનાર એવી બહેનો જે અન્ય માટે પ્રેરણા રુપ બની છે તેમને પણ આ પ્રસંગે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ગાંધીનગર જિલ્લાના જુદા - જુદા તાલુકાના સ્વ સહાય જૂથોને કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સીસી લોન, રિવોલ્વીંગ ફંડ, સ્ટાર્ટ અપ ફંડ સહિત વિવિધ સહાય અંતર્ગત રુપિયા ૩ કરોડથી વધુની રકમ સહાય રુપે  આપવામાં આવી હતી.જેનો હેતુ આ રકમના ઉપયોગ થકી બહેનોની પ્રગતિમાં વેગ લાવી વધુ સફળ બનાવવાનો છે. 

    આ પ્રસંગે બહેનોને સંબોધન કરતા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે,  સંઘર્ષ કરીને સફળતા મેળવી રહેલી મહિલાઓ માટે આ સહાય વરદાન રુપ છે.દેશના પ્રધાનમંત્રી જ્યારે મહિલાઓ માટે આટલા ચિંતિત હોય ત્યારે સરકાર દ્વારા અમલી થયેલી મહિલાલક્ષી યોજનાઓનો લાભ લઈ  વધુને વધુ પ્રગતિ કરતા રહી, પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવામાં સહયોગી બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. 

    આ અવસરે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેકટર મનિષ બંસલ, ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પા બેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, જી. એલ. પી. એસના સંયુક્ત મેનેજીંગ ડિરેક્ટર શ્રી શોભના વર્મા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી  બી. જે પટેલ તથા ટી.ડી.ઓશ્રી મલય ભુવા સહિત ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી, કર્મચારીઓ, સખી મંડળના મહિલાઓ અને 'લખપતી દીદી'નું સન્માન પ્રાપ્ત કરનાર સખી મંડળની મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
apply