મહીસાગરમાં આજે શીતળા સાતમના તહેવારની ઉજવણી
Live TV
-
મહીસાગરમાં આજે શીતળા સાતમના તહેવારની ઉજવણી
આજનો શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવામાં આવે છે. અને વ્રતધારી સાધક બહેનો પૂજા કર્મ અને પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને જે બહેનો પૂજા વિધિ કરે છે. તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રશન થાય છે. ત્યારે આજે શીતળા સાતમના દિવસે મહીસાગર જિલ્લામાં બહેનો વહેલી સવારથીજ શીતળા માતાની પૂજા કરવા મંદિર પહોંચી ગયા હતા લુનેશ્વર મહાદેવ મંદિર પ્રટાંગણમાં તૈયાર કરવામાં આવેલ શીતળા માતાની મૂર્તિની મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોએ શીતળા માતા ને દૂધ પાણી નો અભિષેક કરી પ્રસાદમાં લાડુ ધરાવી દીવો કરીને પૂજા અર્ચના કરી શીતળા સાતમ ની ઉજવણી કરી હતી.