દ્વારકાઃ કૃષ્ણ જન્મોત્સવ માટે ભક્તોમાં ભારે ઉત્સાહ
Live TV
-
દ્વારકાઃ કૃષ્ણ જન્મોત્સવ માટે ભક્તોમાં ભારે ઉત્સાહ
આવતીકાલે દ્વારકામાં કાન્હાનાં જન્મોત્સવ માટે ભારે ઉત્સાહ સાથે ભાવિકોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. ત્યારે વહીવટી તંત્ર પણ સાબદુ બની તત્પર થઈ ગયું છે. કાન્હા ને લાડ લડાવવા પૂજારી પરિવારમાં પણ ભારે ઉત્સાહથી રાહ જોઈ રહ્યું છે.
દ્વારકામાં કાલે રાત્રિનાં 12 કલાકે જગત મંદિરે કાન્હાનાં વધામણાં થવા જઈ રહ્યા છે. ત્યારે સવારે 6 વાગ્યે મંગલા આરતી અને વર્ષમાં માત્ર બે જ વખત ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવાય છે. તે દર્શનનો લાભ શ્રદ્ધાળુઓ ને મળી શકશે. દરરોજ શ્રીજીને 11 વખત ભોગ અને 4 આરતી થાય છે. પરંતુ આઠમના રોજ જન્મોત્સવની વિશેષ આરતી સહિત 5 આરતી થશે.
ભગવાનને આવતીકાલે કેશરી કલરનાં વાઘા જે ખાસ છેલ્લા દોઢેક માસ થી મથુરા ખાતે તૈયાર થઈ રહ્યા છે તે વસ્ત્રો વાઘા ભગવાન ને પહેરાવવામાં આવશે. સાથે ભગવાનને ચાટ દાર વાઘા, માથે કુલેર મુગટ, મોર પીછ સાથે ભગવાનનાં ચાર આયુધો શંખ,ચક્ર, ગદા,પદમ ને હીરા પન્નાથી શું શોભિત કરાશે.
આ તકે પોલીસ વિભાગ દ્વારા દ્વારકા તથા બેટ દ્વારકા માં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં sp નિતેશ પાંડેની નિગરાની માં 8 dysp, 90 જેટલા PI અને PSI તથા 1800 જેટલા સુરક્ષા કર્મીઓ દ્વારકા,બેટ દ્વારકા અને મંદિરો મા ગોઠવવામાં આવ્યા છે. CCTV કેમેરાથી પણ સુરક્ષા સઘન બનાવી આવતા યાત્રિકોમાં વૃદ્ધ, અશક્તો, દિવ્યાંગ લોકોને સહેલાઇથી દર્શન કરી શકશે.
દ્વારકા જગત મંદિરે ભાવિકો લાઈનમાં દર્શન કરે તે માટે ખાસ બેરી કટિંગ બનાવી દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે. અને કીર્તિ સતંભથી આવી લોકો 56 સીડી ચડી સ્વર્ગ દ્વાર થી દર્શન કરી મોક્ષ દ્વાર થી બહાર નીકળી મંદિર પરિસરમાં ભાવ ભક્તિથી રાસોત્સવ રમી બહાર નીકળે છે. એટલે કે સંપૂર્ણ ભાવ અને ભક્તિ નાં વાતાવરણ વચ્ચે આ જન્માષ્ટમી અદ્ભુત બને તેવા પૂજારી પરિવાર અને કાન્હા એટલે કે દ્વારકા ધિષનાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને કાલે મધરાત્રે 12 કલાકે જન્મોત્સવ ની રાહ હર કોઈ જોઈ રહ્યા છે.