Skip to main content
Settings Settings for Dark

બ્રેઇનડેડ દીકરાના તમામ અંગોના દાન કરવાનો નિર્ણય

Live TV

X
  • ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે એક કરૂણ ઘટના બની . મૂળ સુરેન્દ્રનગરના વેળાવદરના વતની પ્રકાશ કે જેઓ અમદાવાદમાં કેટલાક સમયથી સ્થાયી થયા હતા. રક્ષાબંધનના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર માદરે વતન પોતાની બહેનો પાસે રાખડી બંધાવવા માટે જઇ રહ્યાં હતા. રસ્તામાં બાઈક સ્લીપ થતા, માથાના ભાગે ગંભીર ઈજાઓ આવી. પ્રારંભિક તબક્કે સુરેન્દ્રનગરની એક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા, તબીબોને ઇજા ગંભીર જણાતા પ્રકાશને અમદાવાદ સિવિલ  હોસ્પિટલમાં રીફર કર્યા. 

    જીવન અને મરણ વચ્ચે 6 દિવસની લડત આપ્યા બાદ પ્રકાશને તારીખ 24-08ના રોજ  તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાજર પ્રકાશભાઇના પિતા મહેંદ્રભાઇ, માતા પાર્વતિબેન, બે ભાઇ રાજેન્દ્ર ભાઇ અને ચિરાગ ભાઇ, બહેનો હીનાબેન તથા હેતલબેન, મોટા બાપા વસરામ ભાઇ, કાકા મહેંદ્રભાઇ અને કરશનભાઇ, કાકાના દીકરા રાજેંદ્રભાઇ, કરણભાઇ, દીલીપભાઇ અને ભાવેશભાઇ, કાકી રમીલાબેન, માસી ગીતાબેન, ભાભુ વિજ્યાબેન તેમજ દાદા આલજીભાઇ ડાહ્યાભાઇ એમ કુલ ૨૫ થી ૩૦ પરીવારજનોએ  એકસાથે મળી સર્વસંમતિથી દીકરા પ્રકાશના તમામ અંગોનો દાન કરવાનો નિર્ણય કરીને અન્યોના જીવ બચાવવાનો પ્રેરણાદાયી નિર્ણય કર્યો. 

    પોતાનો ભાઇ તો હવે જીવંત રહ્યો નથી. પોતાના વ્હાલસોયા ભાઇના અંગોના અન્ય જરૂરીયાતમંદને ઉપયોગી થાય અને કોઈ બીજી બહેન, પોતાના ભાઈ ને રાખડી બાંધી શકે તેવા ઉમદા ભાવ સાથે અંગદાનના નિર્ણયમાં ભારે હૈયે બંને બહેનો પણ સહભાહી બન્યા. પ્રકાશભાઈના અંગદાનથી મળેલ બે કીડની, એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ અને હૃદય યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે . આંખોને સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આઇ હોસ્પિટલ માં આઇ બેંકમાં સ્વીકારવામા આવશે. આમ આ અંગદાનથી કુલ 4 લોકોની જીંદગી બચાવી શકાશે.

    સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 162 અંગદાતાઓ થકી કુલ 524 અંગો  નું દાન મળેલ છે. જેના થકી 508 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
    અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે પ્રકાશભાઈ ના પરિવારજનોએ સાચા અર્થમાં "બધા ભારતીયો મારા ભાઈ બહેન છે" તે વાક્યને આત્મસાત કરી આપણે તમામ ભારતીયો સમય આવે એકબીજા માટે કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર બધું જ કરી છૂટવા તૈયાર હોઈએ છીએ તે સાબિત કરી બતાવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
apply