રાજકોટનો લોકમેળો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રેસકોર્ષ મેદાન ખાતે ખુલ્લો મુકાયો
Live TV
-
રાજકોટમાં રાંધણ છઠથી પાંચ દિવસ સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર લોકમેળો, રાજયના કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલએ આજે ખુલ્લો મુક્યો. લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે, રાજ્યના મંત્રીઓ કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુ વાળાની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા . ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સાંસદ રામ મોકરીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, જિલ્લા કલેકટર પ્રભવ જોષી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
દર વર્ષે જન્માષ્ટમી પ્રસંગે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે. રાજ્યની સંસ્કૃતિ, મેળા તથા ઉત્સવોને રાજ્ય સરકાર હંમેશા પ્રોત્સાહન આપવાની સાથે જન સુખાકારી માટે વ્યવસ્થાઓ ઉભી કરે છે ત્યારે રાજકોટ ખાતે યોજાતા લોકમેળામા રાજકોટ ઉપરાંત સમગ્ર સૈારાષ્ટ્ર અને અન્ય સ્થળો પરથી લોકો મેળાનો આનંદ માણવા આવતા હોય છે ત્યારે શહેરીજનો, ખાસ કરીને બાળકો માટે મેળાનો આનંદ અનેરો હોય છે. મેળાના આયોજનોથી નાના-મોટા અનેક પરિવારોને રોજગારી મળતી હોય છે. આ મેળાનો લાભ લેવા નગરજનોને જિલ્લા વહીવટી તંત્ર તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.