ગુજરાતમાં આજે કોરોનાનાં 380 નવા કેસ નોંધાયા, 209 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં ગત બે દિવસથી કોરોનાના કેસો 400ને પાર નોંધાતા હતા. જેમાં આજે આંશિક રાહત જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 380 નવા કેસ નોંધાયા છે. સામે 209 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે સાજા થવાનો દર 98.94 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કેસોની વિગતે વાત કરીએ તો 157 કેસ સાથે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 65, વડોદરામાં 40, નવસારીમાં 16, વલસાડ અને ગાંધીનગરમાં 9, રાજકોટ, બનાસકાંઠા અને ભરૂચમાં 7-7 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સક્રિય કેસનો આંક બે હજારને પાર થયો છે. રાજ્યમાં આજે સાંજ સુધીમાં 59,584 રસીનાં ડોઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાત જો દેશમાં કોરોનાનાં કેસોની કરીએ તો દેશમાં કોરોનાનાં કેસમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. 120 દિવસ બાદ દેશમાં કોરોનાનાં નવા 17,336 કેસ નોંધાયા હતા. જ્યારે 13,029 દર્દીઓ સારવાર બાદ સાજા થયા હતા. તેમજ 13 દર્દીઓનાં મોત થયા હતા. આ સાથે રિકવરી દર 98.59 ટકા થયો છે.
