અમદાવાદઃ રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં મામેરા દર્શન યોજાયું
Live TV
-
અમદાવાદઃ અષાઢ સુદ બીજના દિવસે શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે.
અમદાવાદઃ અષાઢ સુદ બીજના દિવસે શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. આ રથયાત્રા માટે ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં મામેરાનાં દર્શન કરાવામાં આવ્યા હતા. આ મામેરાની તૈયારીઓ લગ્નનની જેમ જ કરવામાં આવી હતી. આ વર્ષે મામેરામાં અલગ પ્રકારના અને વિવિધ રંગોના વાઘા બનાવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ભગવાનના વાઘા અને દાગીનાની સજાવટ માટે છેલ્લા બે મહિનાથી તૈયારીઓ કરવામાં આવી છે.
આ વર્ષે ભગવાનના મોસાળાના વાઘા અને દાગીનાની થીમ યજમાને જાતે જ તૈયાર કરી છે. જેમાં ભગવાનને પ્રિય એવા મોર, કમળ અને ગાય પર આખી થીમ તૈયાર કરી છે. અત્યાર સુધી ભગવાનના વાઘા વાદળી અને ગુલાબી રંગમાં નથી જોવા મળ્યા પરંતુ આ વખતે આ બંને કલરમાં વાઘા બનાવામાં આવ્યા છે. ભગવાન વાઘા પર જરદોશી વર્ક સાથે સુંદર લાગે એવું આર્ટ વર્ક બનાવ્યું છે. મામેરાના દર્શન હોવાથી સરસપુર મંદિરે મોટી સંખ્યામાં દર્શાનાર્થીઓ ઉમટ્યા હતા. સરસપુર વિસ્તારમાંથી દર્શને આવેલી મહિલાઓ અને પુરૂષોએ કરતાલ વગાડીને ભજન ગાયા હતાં. ભગવાનના ભકિતભાવમાં જોડાયા હતા. જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું.
