Skip to main content
Settings Settings for Dark

નર્મદાઃ રાષ્ટ્રીય ખેલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

Live TV

X
  • આજે કેન્દ્રીય રમત ગમત તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે યોજાયેલ બે દિવસીય રાષ્ટ્રીય ખેલ કોન્ફરન્સનો આજે બીજો દિવસ છે. આજે બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ખેલ મહાકુંભ દ્વારા આ માર્ગ પર અડગતાથી ચાલી રહ્યો છે.' આ પરિષદમાં ગુજરાતના યુવા અને રમત-ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

    રાષ્ટ્રીય ખેલ કોન્ફરન્સ ગઈકાલે શરુ થઈ છે. જેમાં દેશના જુદા જુદા રાજ્યના રમત-ગમત મંત્રીઓ સાથે આખો દિવસ સુચનાઓની આપ-લે કરવામાં આવી હતી. દરેક મંત્રીઓના મંતવ્ય લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંજે સમગ્ર  પ્રતિનિધિમંડળ સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નિહાળી હતી અને ગુજરાતમાં ગુજરાતના સરદારની આ પ્રતિમા પ્રધાનમંત્રી દ્વારા જે પ્રયાસો કરીને વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમા સ્થાપિત કરી છે તે માટે તેમને ગર્વ અનુભવ્યો હતો. સમગ્ર મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય યુવા અને ખેલ કોન્ફરન્સ ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે વિશ્વમાં ભારત રમતગમત ક્ષેત્રે વધુ આગળ ને આગળ વધે તે માટે આ સમગ્ર પ્રતિનિધિ મંડળ સંકલ્પ બદ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply