વડોદરાની ભાયા કાગ શહેરી પ્રાથમિક શાળા દ્વારા કન્યા કેળવણી મહોત્સવ 2022ની અનોખી રીતે ઉજવણી કરાઈ..
Live TV
-
શહેરી પ્રાથમિક શાળાએ પ્રવેશ લેનારી 155 દીકરીઓના કંકુ પગલાંની છાપ લઇ તે મઢાવીને તેમના પરિવારને આપવાનું કર્યું આયોજન
મંગળ પગલાંની કુમકુમ છાપ...
હાલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ,તમામ ભૂલકાં શાળામાં દાખલ થાય અને ખાસ કરીને વાલીઓ દીકરીઓને ભણવું હોય એટલું ભણાવે એ વિચારને પ્રોત્સાહિત કરવા આ ન ભૂતો ન ભવિષ્યતિ અને દેશમાં એકમાત્ર "બ્રાન્ડ ગુજરાત" ગણાય તેવો કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો.શિક્ષણની અનિવાર્યતા ની સાથે બેટી વધાવો નો પ્રેરક સંદેશ આ કાર્યક્રમ આપે છે.
દીકરી શક્તિનો અવતાર છે અને એનું પરિવારમાં આગમન ખૂબ મંગળ ગણાય છે.તો શાળામાં એનો પ્રવેશ પણ એટલો જ મંગલમય ગણાય ને? આ ભાવનાને ચરિતાર્થ કરતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ દુલા ભાયા કાગ પ્રાથમિક શાળાએ,દીકરીઓના શાળા પ્રવેશને વધાવવા,શાળામાં પ્રવેશ લેનારી તમામ ૧૫૫ કન્યાઓના મંગળ કુમ કુમ પગલાંની છાપ કાગળ પર લીધી છે.અને આ કુમકુમ પગલાંને દીકરીના શિક્ષણના પ્રારંભની પાવન યાદગીરી રૂપે મઢાવીને તેમના કુટુંબને આપવાનું આયોજન કર્યું છે.
બેટી બચાઓ,બેટી પઢાઓ અને બેટી વધાવો નો ત્રિવેણી સંગમ સંદેશ આ શહેરી પ્રાથમિક શાળાએ ખૂબ સશક્ત રીતે આપ્યો છે. એટલું જ નહિ આ તમામ પ્રવેશ મેળવનારી દીકરીઓના શાળા પ્રવેશ સમયે ચરણ ધોઈને શક્તિ વંદના કરીને દીકરીઓના મહત્વનો સંદેશ આપ્યો છે. સર્વ શિક્ષા અભિયાનના સચિવ પ્રકાશ ત્રિવેદી,શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સમિતિ સદસ્ય વિજય પટેલ દીકરી વધાવોના આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને આ નવી પહેલને વધાવી હતી..
શાળાના આચાર્યશ્રી જીગર ઠક્કરે જણાવ્યું કે અમે શાળા પ્રવેશોત્સવ ને સમાજ માટે દીવાદાંડી બનાવવા પ્રયત્ન કરીએ છે.તેના ભાગરૂપે આ નવીન પ્રયોગ દ્વારા અમે કન્યા કેળવણીની અગત્યતા સમજાવવા પ્રયત્ન કર્યો છે.
