Skip to main content
Settings Settings for Dark

દેશમાં 25 જૂન 1975માં લગાવવામાં આવેલી કટોકટીને 47 વર્ષ આજે પૂર્ણ થયા

Live TV

X
  • આજના દિવસને બ્લેક ડે તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, 25 જૂન 1975માં કોંગ્રેસે કટોકટી લગાવીને દરેક ભારતીયના બંધારણીય અધિકારો છીનવી લીધા હતા.

    ત્યારે આજના દિવસે વડોદરા મહાનગરના કાર્યાલય ખાતે આજે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં મિસા કાયદા અંતર્ગત, જેમને યાતનાઓ ભોગી હતી તેવા હાલ હયાત 5 પૈકી 3 વ્યક્તિ ઉપસ્થિત રહી હતી. જેમાં રાજુભાઈ વ્યાસ, બી. એમ. શર્મા,, તેમજ ડો. ભોગીભાઈ પટેલે ઉપસ્થિત રહીને તેમના અનુભવો અને ત્યારની સ્થિતિનું વર્ણન કર્યું હતું.

    વલસાડ ખાતે પણ શહેર ભાજપ સંગઠન દ્વારા કટોકટીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરના આઝાદ ચોક ખાતે કટોકટીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કટોકટી દરમિયાન કેટલાક નેતાઓને ધરપકડ પણ કરાઈ હતી. જેના વિરોધમાં આજ રોજ શહેર ભાજપ દ્વારા આઝાદ ચોક ખાતે બેનરો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાયો હતો. જેમાં વલસાડ જિલ્લાના ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

    ગાંધીનગર સેકટર 21 વિનાયક મહારાષ્ટ્ર ભવન ખાતે પણ ગાંધીનગર મહાનગર અને ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગર ભાજપ અધ્યક્ષ ઋચિર ભટ્ટ અને જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલે સંબોધન કરીને આ દિવસને કાળા દિવસ તરીકે ગણાવ્યો હતો. આ અવસરે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply