Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં આવતા શુક્રવારે નીકળશે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા..

Live TV

X
  • હાલ ભગવાન જગન્નાથ તેમના ભાઇ બલદેવજી અને બહેન સુભદ્રા સાથે  સરસપુરમાં પોતાના મોસાળમાં આરામ કરી રહ્યા છે, ત્યાં તેમના મામેરાના દર્શન કરવા માટે હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. શ્રી જગન્નાથજીને પ્રિય ગાય માતા પ્રેમ અને કરુણાનું પ્રતીક, મોર જીવનમાં ખુશી અને આનંદનું પ્રતીક જીવનને રંગમય બનાવે, અને કમળ એટલે સુંદરતા અને કોમળ હદયનું પ્રતીક. આ જ થીમ ઉપર ભગવાન જગન્નાથજી સુભદ્રા અને બલરામજીના મનમોહક અને કિંમતી વસ્ત્રો મામેરામાં દર્શન અર્થે મુકાયેલ છે. ઉલ્લેખનીય છે કે, રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. ત્રણ લેયરમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. રથયાત્રા માટે 25 હજાર પોલીસ જવાનોને તૈનાત કરાયા છે. ભક્તો  આસ્થા અને શ્રદ્ધા સાથે  ભગવાન જગન્નાથજીનું ઉમળકાભેર સ્વાગત અને દર્શન કરીને ધન્યતા અનુભવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply