ગુજરાતમાં આજે કોરોનાનાં 407 નવા કેસ નોંધાયા, 190 દર્દીઓ સ્વસ્થ થયા
Live TV
-
રાજ્યમાં આજે ફરી એક વખત કોરોના વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 407 કેસ નોંધાયા છે તો 190 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોના કેસની વિગતે વાત કરીએ તો આજે અમદાવાદમાં સૌથી વધુ 210 કેસ નોંધાયા છે. સુરતમાં 57, વડોદરામાં 41, વલસાડમાં 78, ગાંધીનગરમાં 16, ભાવનગરમાં 11, ભરૂચમાં 7 અને બનાસકાંઠા-કચ્છ અને મહેસાણામાં 4-4 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,249 કેસ નોંધાયા હતા. સામે 9,862 દર્દી સાજા થયા હતા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 13 દર્દીનાં મૃત્યુ થયા હતા. દેશમાં હાલ કુલ સક્રિય કેસ 81 હજાર 687 છે. રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં છેલ્લા 24 કલાકમાં રસીનાં 12 લાખ 28 હજાર 291 ડોઝ અપાયા હતા. દેશમાં અત્યાર સુધી રસીનાં કુલ 196 કરોડ 45 લાખથી વધુ ડોઝ અપાયા છે.
