મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 17માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
Live TV
-
બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને 17માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા આજથી ત્રણ દિવસ એટલે કે 23, 24 અને 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવની શરુઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમેદપુરા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરાવીને 17માં શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રીએ શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓ સાથે વડીલ વત્સલ ભાવે વાતચીત કરી હતી અને બાળકોની વચ્ચે બેસીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવ અંતતર્ગત 32 હજાર ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરવાના ત્રિદિવસીય શિક્ષણ સેવા યજ્ઞમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ,પદાધિકારીઓ,વરિષ્ઠ સચિવો,અને વર્ગ 1 ના અધિકારીઓ સહભાગી થઈ રહ્યા છે.. મુખ્યમંત્રીએ મેમદપુરા પ્રાથમિક શાળામાં એસ. એમ .સી. ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો અંગે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું હતું.
