આણંદમાં 35 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે નિઃશુલ્ક પ્રિ-મેમોગ્રાફી કેમ્પનુ આયોજન
Live TV
-
દુનિયામાં દિવસેને દિવસે મહિલાઓમાં સ્તન કેન્સરની સમસ્યા વધતી જાય છે આ પરિસ્થિતિમાં પ્રિ મેમોગ્રાફી અભિયાન મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે.
આણંદમાં હેપિન્ગ હેડ ફોર હ્યુમિનિટી વર્જિનિયા અને ગોકુલધામ નાર દ્વારા 35 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે નિઃશુલ્ક પ્રિ-મેમોગ્રાફી કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 700 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત જિલ્લાની અઢી લાખ મહિલાઓની તપાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં અગિયાર હજાર જેટલી મહિલાઓની પ્રિ મેમોગ્રાફી કરવામાં આવી છે. તપાસ દરમિયાન કોઈ કેસ સામે આવશે તો જાગૃત મહિલા સંગઠન ગોકુલધામ નાર દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. દુનિયામાં દિવસેને દિવસે મહિલાઓમાં સ્તન કેન્સરની સમસ્યા વધતી જાય છે આ પરિસ્થિતિમાં પ્રિ મેમોગ્રાફી અભિયાન મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે.
