ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલાવવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય - મનસુખ માંડવિયા
Live TV
-
નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે, કેન્દ્રીય મંત્રીએ ટ્વીટર પર ખોટી અફવાઓમાં ન આવવા અપીલ કરી
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ચર્ચાઓને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અફવા અને ગપગોળા ગણાવી..કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોતાના ટ્વીટ પર ટ્વીટ કરી લોકોને ખોટી અફવા ન ફેલાવવા અને લોકોને ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરી હતી..કેન્દ્રીય મંત્રીએ ટ્વિટર પર લખ્યું છે કે, "આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીનાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવીએ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે."