છેલ્લાં પાંચ દિવસ દરમિયાન અત્યાર સુધી 67 જેટલી ટ્રેન મારફતે 84 હજાર શ્રમિકોને તેમના વતન મોકલ્યા : અશ્વિની કુમાર
Live TV
-
આજે વધુ 38 હજાર શ્રમિકો, 34 જેટલી ટ્રેન મારફતે તેમના વતન જવા માટે રવાના થશે
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારે પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન પરત મોકલવા માટે , છેલ્લાં પાંચ દિવસ દરમિયાન અત્યાર સુધી 67 જેટલી ટ્રેન મારફતે 84 હજાર શ્રમિકોનો તેમના વતન મોકલ્યા છે. આજે વધુ 38 હજાર શ્રમિકો, 34 જેટલી ટ્રેન મારફતે તેમના વતન જવા માટે રવાના થશે. ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, મોરબી, વિરમગામ, વડોદરા, જામનગરથી શ્રમિકોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સુરતથી સૌથી વધારે 34 જેટલી ટ્રેન રવાના થઇ છે. તો અત્યાર સુધીમાં ટ્રેન મારફતે અંદાજે 1 લાખ 20 હજાર શ્રમિકો વતન પહોંચ્યા છે.