ભરૂચમાં 3 દર્દીને રજા આપતા ભરૂચ જિલ્લો થયો કોરોના મુક્ત
Live TV
-
ભરૂચ જિલ્લો આજે કોરોના મુક્ત જાહેર થયો. જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા બાકીના 3 દર્દી પણ સ્વસ્થ્ય થઈ જતાં તેમને આજે રજા અપાઈ. આમ જિલ્લામાં કોરોનની સારવાર લેતા તમામ દર્દી સાજા થતાં જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. ભરુચ જિલ્લામાં કુલ 27 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. જેમાંથી બે દર્દીના મોત નિપજ્યાં હતા. જ્યારે હાલમાં અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ત્રણ દર્દી સ્વસ્થ્ય થઈ ગયા છે અને આજે તેમને રજા અપાઈ. જેથી ભરૂચ જિલ્લાના તમામ દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે અમદાવાદના બે ટ્રક ચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેશે. આમ ભરૂચ જિલ્લાના તમામ કોરોના વાયરસના પોઝિટિવ કેસના દર્દીઓ સાજા થઈ જતાં ભરુચ જિલ્લો કોરોના મુક્ત થયો છે.