Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં 33 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, આગામી 24 કલાકમાં ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી

Live TV

X
  • આગામી ચાર દિવસમાં વરસાદનું જોર વધી શકે તેવી શક્યતા છે.

    ગુજરાતમાં 33 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોધાયો છે. જેમાં પોરબંદર, સુત્રાપાડા અને સંતરામપુર, વીજાપુર, કોડીનાર, વડાલી અને કડાણા તાલુકામાં લગભગ બે થી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાથે જ રાજ્યમાં સીઝનનો કુલ 78.97  ટકા વરસાદ પડી ચુક્યો છે. સૌથી વધુ કચ્છમાં 126.23  ટકા, દક્ષિણ ગુજરાતમાં 78.97 ટકા, જયારે સૌરાષ્ટ્રમાં 75.55 ટકા કુલ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં  જુનાગઢ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી અને પોરબંદરમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી ચાર દિવસમાં વરસાદનું જોર વધી શકે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply