Skip to main content
Settings Settings for Dark

AMCએ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓને આપી ભેટ

Live TV

X
  • ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધનને સમગ્ર રાજ્યમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ નિમિત્તે AMTS વિભાગ દ્વારા રક્ષાબંધન અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  જેમાં મહિલાઓ અને 10 વર્ષથી નાના બાળકોને  રક્ષાબંધન તહેવાર નિમિત્તે AMTSમાં મુસાફરી નિ:શુલ્ક રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ માત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે માત્ર 10 રૂપિયા ટીકીટ રાખવામાં આવી હતી. પરંતુ હવે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બાળકો અને મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણ ફ્રી રાખવામાં આવી છે.
    શહેરમાં એએમસીના નેજા હેઠળની એએમટીએસ દ્વારા બહેનોને રક્ષાબંધનની વિશેષ ગિફ્ટ આપી છે. અગાઉ આ દિવસે બહેન રૂ.10ની ટીકીટમાં સમગ્ર શહેરમાં એએમટીએસ બસમાં મુસાફરી કરી શકતી હતી. ઉલ્લેખનીય છે કે, સામાન્ય દિવસમાં બસમાં મનપસંદ ટિકિટનું ભાડું 35 જેટલું લેવાય છે, જયારે મહિલાઓ પાસેથી 20 અને બાળકો પાસેથી 10 રૂપિયા ટિકિટનું દર લેવાય છે. 
    રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે.  આ દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ પણ બહેનને ભેટ આપે છે. રક્ષાબંધનના દિવસે માછીમારો નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply