મુખ્યમંત્રીને સમાજના વિવિધ વર્ગોની બહેનોએ રાખડી બાંધી શુભેચ્છા પાઠવી
Live TV
-
રાજ્યમંત્રી નિમિષા બહેન સુથાર પણ આ અવસરે ઉપસ્થિત રહી મુખ્યમંત્રીને તેમણે રાખડી બાંધી હતી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષાબંધન પર્વના અવસરે સમાજના વિવિધ વર્ગોની બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આજે રક્ષા બંધનના પવિત્ર અવસરે સવારથી જ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલને રક્ષાબંધન પર્વે અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનોનો વિશાળ સમૂહ આવી રહ્યો છે. આ સર્વ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સર્વ બહેનોની શુભેચ્છાઓ હર્દય પૂર્વક સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રી નિમિષા બહેન સુથાર પણ આ અવસરે ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રીને તેમણે રાખડી બાંધી હતી.
