ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ પુસ્તકો મોબાઈલમાં વાંચી શકે તે માટે ગ્રંથાલય વિભાગ દ્વારા માય લોફ્ટ એપ તૈયાર કરવામાં આવી
Live TV
-
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ તકલીફ પડે નહીં તેમજ તેઓ બધાજ પુસ્તકો મોબાઈલ પર વાંચી શકે તે માટે યુનિવર્સિટી ના ગ્રંથાલય વિભાગ દ્વારા માય લોફ્ટ એપ તૈયાર કરવામાં આવી છે. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. એક જ દિવસમાં 16000થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ એપ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ એપમાં દોઢ લાખથી પણ વધુ ઈ-બુક્સ વાંચવા મળી શકે છે. ૧૦ લાખથી પણ વધુ ઇ-રિસોર્સ ઉપલબ્ધ છે, જે રિસર્ચ કરતાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ યોગેશ પારેખે જણાવ્યું હતું કે આ એપ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે. હાલ લાઇબ્રેરી બંધ છે ત્યારે વિદ્યાર્થીઓ આ એપ દ્વારા ebooks થી પોતાનો અભ્યાસ કરી શકશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ પ્રકારની કાળજી લેવામાં આવી રહી છે.