કોવિડ-19ની સારવારમાં અગત્યના એવા રેમડેસિવિર ઈંન્જેક્શનના કાળા બજારના રેકેટનો પર્દાફાશ
Live TV
-
કોવિડ - 19ની સારવારમાં અગત્યના એવા રેમડેસિવિર ઈંન્જેક્શનના કાળા બજારના રેકેટનો રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. રેમડીસીવીર ઇન્જેક્શનની કાળા બજારી થતી હોવાની માહિતી મળતાં પોલીસે છટકું ગોઠવી સમગ્ર કાળા બજારનો પર્દાફાશ કરી 5 આરોપીઓની ધરપકડ કરી છે. કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતાં દેવયાનીબહેન ચાવડા રેમડેસિવિર ઈંજેક્શન આપવા આવ્યા હતા. પોલીસે આ બંનેની અટકાયત કરી વધુ પૂછપરછ કરતાં તેમણે અન્ય ત્રણ આરોપીઓનાં નામ જણાવ્યા હતા. જે અંતર્ગત જલારામ હોસ્પિટલમાં નોકરી કરતા અંકિત રાઠોડ અને જગદીશ શેઠ તેમજ હિંમત ચાવડાના નામ ખુલતા આ તમામની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ ટોળકીએ અત્યાર સુધીમાં કુલ કેટલા લોકોને કાળા બજારી કરી ઇન્જેક્શન વેચ્યા છે તેની પોલીસ પૂછપરછ કરી રહી છે. આ આરોપીઓ કોરોનાની સારવાર માટે આપવામાં આવતું 4800 રૂપિયાનું ઇન્જેક્શન 10 થી 12 હજાર રૂપિયામાં વહેંચતા હતા.