રાજ્યમાં કોરોનાના નવા 1411 કેસ નોંધાયા, તો અમદાવાદમાં 197 નવા કેસ
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1411 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1231 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 84.93 ટકા થયો છે.
રાજ્યમાં હાલ સક્રિય કેસની સંખ્યા 16,660 છે, જેમાંથી 86 વેન્ટિલેટર પર છે અને 16,574 સ્ટેબલ છે.
રાજ્યમાં આજે નવા 10 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 3419 થઈ ગયો છે.
આજે રાજ્યમાં સુરત જિલ્લામાં નવા 269 કેસ, અમદાવાદ જિલ્લામાં 197 નવા કેસ તો રાજકોટ જિલ્લામાં નવા 171 કેસ નોંધાયા છે.