CMએ ઉમરપાડા-ડેડિયાપાડામાં સિંચાઈ યોજનાને આપી મંજૂરી, 73 ગામોને મળશે લાભ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તાર ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકા માટે તાપી-કરજણ, ઉદવહન સિંચાઈ યોજનાને આપી મંજુરી
આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ માટે પાણી પહોંચાડી વનબંધુ વિસ્તારની કાયાપલટ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં અનેક સ્થળો પર સિંચાઈ યોજનાના કામોને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ પટ્ટીના સમગ્ર વિસ્તારને બારમાસી સિંચાઈની સુવિધા લિફ્ટ ઈરીગેશનથી આપવા
અત્યાર સુધીમાં સૌથી વધુ ઉદવહન સિંચાઇ યોજનાઓને મંજૂરી આપી છે, તો સુરત જિલ્લાના આદિજાતિ ઉમરપાડા તાલુકામાં અને નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં બારમાસી સિંચાઈ સુવિધા આપવા માટે રૂ. ૬૫૧ કરોડની રકમના ટેન્ડર તાપી કરજણ ઉદવહન સિંચાઇ યોજનાના કામો માટે મંજૂર કર્યા છે. જેથી સુરત અને નર્મદા જિલ્લાના ૭૩ આદિજાતિ ગામોના ૫૩,૭૦૦ એકર જમીનને ઉદવહન સિંચાઇ યોજનાનો લાભ મળશે.
આ યોજના ૩૬ મહિનામાં સાકાર થશે. જે અંતર્ગત ૧૦૦ હયાત ચેકડેમ ભરવાનું અને ૩ મોટા ચેકડેમ બનાવવાનું આયોજન છે. અત્યાર સુધીમાં રાજ્યના સાત આદિજાતિ જિલ્લામાં રૂ. ૩૭૩૫ કરોડના ખર્ચે ૧૦ લિફ્ટ ઈરીગેશન યોજનાઓના કામોને મંજૂરી આપવામાં આવી છે.