1લી ઑક્ટોબરથી ખૂલશે જંગલ સફારી પાર્ક, ઑનલાઈન કરાશે બુકિંગ
Live TV
-
કોરોના કાળના નવા નીતિ નિયમો સાથે એક ઓક્ટોબરથી ખૂલતાં જંગલ સફારી પાર્કની તડામાર તૈયારીઓ શરૂ
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે, જે 18 ફેબ્રુઆરીના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, પરંતુ કોરોના કાળમાં 6 મહિના બંધ રહ્યાં બાદ હવે પહેલી ઓક્ટોબરથી તેને ફરીથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.
જેમાં એક કલાકમાં 50 જ પ્રવાસીઓને પ્રવેશ મળશે અને માત્ર ઓનલાઇન બુકિંગ કરાવીને જ પ્રવાસી આવી શકશે. 375 એકરમાં ફેલાયેલ આ જંગલ સફારી પાર્કમાં 62 જાતનાં કુલ 1000 પ્રાણી અને પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં વાઘ, સિંહ, ગેંડો, જીરાફ, ઝીબ્રા, વિલ્ડબીસ્ટ, ઓરિક્ષ અને વિવિધ જાતના દેશી-વિદેશી પક્ષીઓને જોવાનો રોમાંચક અનુભવ પ્રવાસીઓ કરી શકશે.