વેરાવળની ડૂબતી બોટને ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવાઈ
Live TV
-
ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં ડૂબતી એક બોટનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. વેરાવળની કૃષ્ણ સુદામા બોટ દરિયામાં ડૂબી રહી હતી, જેમાં ખલાસીઓ પણ સવાર હતા. તેને ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવી હતી.
કોસ્ટ ગાર્ડ ની સી_૪૧૧ ટીમ દ્વારા ડૂબતી બોટના તમામ ખલાસીઓને બચાવી લેવાયા હતા. તમામ ૧૨ ખલાસીઓને ઓખા કોસ્ટ ગાર્ડની બોટમાં ઓખા લાવવામાં આવ્યા હતા. તમામ ખલાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. શનિવારે રાત્રે દસ વાગ્યા આસપાસ આ ઘટના બની હતી.