મહીસાગરમાં બાલાસિનોરના 124 ગરીબ પરિવારને મળ્યા પાકા મકાન
Live TV
-
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોરના 124 ગરીબ પરિવારોનું પાકા મકાનનું સ્વપ્ન સાકાર થતાં ખુશીની લાગણી સાથે તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો...
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોરના 124 ગરીબ પરિવારોનું પાકા મકાનનું સ્વપ્ન સાકાર થતાં ખુશીની લાગણી સાથે તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો... ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકના અધ્યક્ષ સ્થાને આ મકાનોનાં લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.. જેમાં નગરપાલિકા વિસ્તારમાં રહેતા 124 ગરીબ લાભાર્થી પરિવારોને મકાનની ચાવી તેમજ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા... પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકું મકાન મળતા લાભાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો..