ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 40 પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા
Live TV
-
અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 40 પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશના વિઝનરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અનેક પીડાઓ વેઠતા લઘુમતીઓને, હિંદુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા આસાનીથી અને ઝડપથી મળે એ માટે ખાસ પ્રયાસો કર્યા છે. એને પરિણામે જ આજે તમે ભારતના નાગરિક બની શક્યા છો.આશા છે કે અહીં અમારા બધાની જેમ તમે પણ વિકાસના સૂત્ર સાથે જોડાઈ જશો અને અમે તમને વચન આપીએ છીએ કે અમે તમારા વિકાસ અને પ્રગતિ માટે તમને બધાને સહયોગ આપીશું. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં સાત વર્ષથી કોઇ પણ એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકો, લઘુમતીઓને, બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવતું હોય છે. આ પ્રસંગે શરણાર્થીઓએ પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.
જે સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી અત્યાર સુધીમાં કુલ 1032 લોકોને પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી.
