રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.રાજ્યમાં કોરોનાના નવા 169 કેસ નોંધાયા જ્યારે 327 દર્દી સાજા થયા.કોરોનાના કેસની વાત કરીએ અમદાવાદમાં 46, વડોદરામાં 32, રાજકોટમાં 19, સુરતમાં 20, ગાંધીનગરમાં 7, ભાવનગરમાં 2, જામનગરમાં 1 કેસ નોંધાયો હતા.કુલ 2 લાખ 57 હજાર 368 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું.જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 54 હજાર 821 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 98.96 ટકા થયો હતો.
