ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત, 1176 જગ્યાઓ પર થશે ભરતી
Live TV
-
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 1176 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા જાહેર કરાઈ છે. આ માટે ઉમેદવારો આગામી 30 જુન સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ની 771 જગ્યા માટે ભરતી, રેખનકારની 50 જગ્યા માટે ભરતી, અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)ની 192 જગ્યા માટે ભરતી અને મ્યુ. ઇજનેર 88 જગ્યા માટે ભરતી થશે. ઉમેદવારો 30 જુન સુધી www.ojas.gujarat.gov.in પર ઉમેદવારી નોંધાવી શકશે.
