Skip to main content
Settings Settings for Dark

જાણો લમ્પી વાઇરસના લક્ષણો અને તેને કાબુ લેવાના શું છે પગલાં

Live TV

X
  • લમ્પી સ્કીન ડીસીઝ (LSD)ના લક્ષણો

    રોગના વાઈરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ ને લીધે આપોઆપ ૨ થી ૩ અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફ્લાવાનો દર માત્ર ૧૦ થી ૨૦ ટકા છે. જ્યારે મૃત્યુ દર ખુબજ ઓછો ૧ થી ૨ ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી. 

    રોગચાળાને કાબુમાં લેવાના પગલાં

    આ રોગચાળાને કાબુમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું. આ અંગે જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડો. અનિલ વિરાણીએ જણાવ્યું છે કે જ્યાં સુધી આ રોગ સંપૂર્ણ કાબુમાં આવે નહી ત્યાં સુધી ઝુંબેશના સ્વરુપે પશુ સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રહેશે.વધુમાં તમામ પશુપાલકો અને જાગૃત નાગરિકોને અપીલ કરતા જ્ણાવ્યું છે કે આ રોગના લક્ષણો પશુમાં જણાય તો તાત્કાલિક સારવાર માટે ૧૯૬૨ હેલ્પલાઈન કે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply