Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં લમ્પી વાયરસ નાબુદી માટે પશુપાલન વિભાગ દ્વારા શરુ કરાયું મહારસીકરણ અભિયાન

Live TV

X
  • જામનગર શહેરમાં ૭,૮૪૪ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ૧૬,૩૧૭ મળી કુલ ૨૪,૧૬૧ પશુઓને લમ્પી વાઇરસ વિરોધી રસીનું સુરક્ષાકવચ અપાયું

    જામનગર જિલ્લાના પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા પશુપાલન વિભાગ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી તમામ અસરગ્રસ્ત પશુઓમાં પુરજોશમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જામનગર શહેરમાં મળી આવેલ તમાંમ 381 પશુઓની સારવાર કરાઇ છે જ્યારે ૭,૮૪૪ પશુઓને લમ્પી વાઇરસ વિરોધી રસીકરણ કરી રક્ષિત કરાયા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકાવાર સ્થિતિ જોઇએ તો જામનગર તાલુકામાં ૫૧૭ પશુઓની સારવાર કરી ૬,૧૪૬ પશુઓનું રસીકરણ કરાયુ છે જ્યારે જોડિયા તાલુકામાં ૧૬૦ પશુઓની સારવાર કરી ૧,૯૫૯ પશુઓનું રસીકરણ કરાયુ છે.

    ધ્રોલ તાલુકામાં ૩૪૪ પશુઓની સારવાર કરી ૨,૨૭૫ પશુઓનું રસીકરણ કરાયુ છે. જ્યારે જામજોધપુર તાલુકામાં ૪૯ પશુઓની સારવાર કરી ૧,૪૭૯ પશુઓનું રસીકરણ કરાયુ છે. લાલપુર તાલુકામાં ૩૦ પશુઓની સારવાર કરી ૧,૫૧૮ પશુઓનું રસીકરણ કરાયુ છે તેમજ કાલાવડ તાલુકામાં ૧૦ પશુઓની સારવાર કરી ૨,૯૪૦ પશુઓને રસીકરણ કરી સમગ્ર જામનગર જિલ્લામાં કુલ ૨૪,૧૬૧ પશુઓનું રસીકરણ કરાયુ છે. જામનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાઇરસથી થાય છે. જે વાઇરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply