Skip to main content
Settings Settings for Dark

ગુજરાત પોલીસે લોકાભીમુખ સેવાના ભાગરૂપે ટેકનોલોજી આધારીત નવી સેવાની કરી શરૂઆત

Live TV

X
  • ગુજરાત પોલીસે લોકાભીમુખ સેવાના ભાગરૂપે ટેકનોલોજી આધારીત નવી સેવાની શરૂઆત કરી છે. જેમા વાહન ચોરી અને મોબાઇલ ચોરીની ફરિયાદ ઓનલાઇન નોંધાવી શકશે. આ સેવાનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા,, NFSU ગાંધીનગર થી આજે થશે.. આ સેવામાં E-FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંમ્પર્ક કરશે તથા 21 દિવસમાં તપાસ કરીને કોર્ટમાં રીપોર્ટ મોકલશે. E-FIR નોંધાવવા માટે નાગરિકોએ Citizen First App અથવા પોર્ટલ પર જવાનું રહેશે અને E-FIR સેવા પસંદ કરવાની રહેશે. હાલમાં પણ અનેક પ્રકારની પોલીસ સેવાઓ જેવી કે ઘર-ઘાટીની નોંધણી, ભાડુઆતની નોંધણી, ગુમ વ્યક્તિની જાણ, અલગ પ્રકારના લાઇસન્સ વિગેરે ગુજરાત પોલીસના Citizen First App અને પોર્ટલ એપ પર નોંધાવી શકાય છે. આ અંગે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે, કે મોબાઈલની ચોરી જેવા કિસ્સામાં લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસની તમામ મહત્વની સેવાઓ માટે પ્રજાલક્ષી નિર્ણય લઈને ઓનલાઈન કરવાની પહેલ હાથ ધરી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply