રાજ્યમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ
Live TV
-
દરિયામાં ઉત્પન થયેલા હવાના હળવા દબાણને કારણે રાજ્યમાં આજથી 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની સંભાવના છે. તો, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ અને ખેડામાં ભારે વરસાદની આગાહી છે. તો રવિવારે જામનગર, મોરબી, દ્વારકા, સુરેંદ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, પોરબંદર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદની આગાહીના પગલે,, બે દિવસ યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 60 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં આજે રેડ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..
