Skip to main content
Settings Settings for Dark

જામનગરના રણમલ તળાવથી શરૂ થયેલી તિરંગા યાત્રાને સાંસદ પૂનમ માડમે પ્રસ્થાન કરાવી

Live TV

X
  • 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વને લઈને સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્રને સાર્થક કરતા જામનગરમાં પણ વિશાળ તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં સાંસદ પૂનમ માડમ સહિત આગેવાનો અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

    જામનગરના રણમલ તળાવથી શરૂ થયેલી તિરંગા યાત્રાને સાંસદ પૂનમ માડમ ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસુરીયા, કલેકટર બી.કે. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું.

    આ તિરંગા યાત્રામાં બોહળી સંખ્યામાં નગરસેવક ભાઈ બહેનો અધિકારીઓ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. રણમલ તળાવથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં સમગ્ર રાજમાર્ગો પર તિરંગા સાથે પસાર થતા લોકો એક અલગ જ દેશભક્તિનો માહોલ રજૂ કરી રહ્યા હતા સાંસદ પૂનમ માડમ તેમજ શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા અને ભાજપ સંગઠનના આગેવાનોએ સમગ્ર યાત્રા દરમિયાન બાળકો અને નગરજનોનો ઉત્સાહ વધ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply