ગાંધીનગર સેકટર 30 પાસે સાબરમતી નદીમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મૃત્યુ
Live TV
-
ગાંધીનગર સેકટર 30 પાસે આજે વહેલી સવારે 7 વાગ્યે દશામાં ની મૂર્તિ વિસર્જિત કરતી વખતે કરુણ ઘટના સર્જાઈ હતી જેમાં 3 લોકોના મોત થયા છે. સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો ડૂબી જવાની ઘટના બની હતી.
મૂર્તિ પધરાવવા જતા બેલેન્સ બગડતા એક વ્યક્તિ ડૂબ્યો હતો, જેને બચાવવા જતા એકબાદ એક પાંચ લોકો ડૂબ્યા હતા. ઘટના અંગે મનપા ફાયર વિભાગને કોલ મળતા ફાયરની ટીમ આવી પહોંચી હતી અને તેમણે રેસ્ક્યુની કામગીરી કરી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેય લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલ પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
