Skip to main content
Settings Settings for Dark

નડિયાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ એટ હોમ કાર્યક્રમમાં હાજરી આપશે

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે. મુખ્યમંત્રી 15 ઓગસ્ટે સવારે નડિયાદના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે અને રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા પર્વે પ્રજાજોગ સંદેશ આપશે.

    મુખ્યમંત્રી બુધવારે એટલે કે આજે 78માં સ્વતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોંચશે અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મૂલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પણ કરી તેમના કાર્યક્રમોની શરૂઆત કરશે. ત્યારબાદ સંતરામ મંદિરના દર્શન કરવા ઉપરાંત નડિયાદના હિંદુ અનાથ આશ્રમની મુલાકાત પણ લેશે. 

    78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ નડીયાદમાં આયોજીત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતીમાં નડિયાદમાં આયોજીત એટ હોમ કાર્યક્રમમાં પણ ભૂપેન્દ્ર પટેલ જોડાશે.

    મુખ્યમંત્રી 78માં સ્વતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ઉપલક્ષમાં ગુજરાત પોલીસ દ્વારા નડિયાદમાં યોજાનાર શસ્ત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરશે અને ત્યારબાદ મોડી સાંજે રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતીમાં 118 કરોડ રૂપીયાના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમૂર્હત કરવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply