ધ્રાંગધ્રા ખાતે વરૂ સોફ્ટ રિલીઝ સેન્ટરવરૂના રી-હેબિટેશન ખુલ્લું મુકાયું
Live TV
-
ધ્રાંગધ્રા દ્વારા કરાયેલ એક માદા વરૂનું રેસ્ક્યુ વરૂઓનાં સંરક્ષણ અભિયાનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું : ઘુડખર અભયારણ્ય વિભાગ
ધ્રાંગધ્રા તાલુકાના થડા વીડી ખાતે ડૉ.સંદીપકુમાર મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર વન્ય જીવ વર્તુળ ગાંધીનગર અને આયુષ વર્મા નાયબ વન સંરક્ષક ઘુડખર અભ્યારણ્ય ધ્રાંગધ્રાની ઉપસ્થિતિમાં વરૂ સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અભ્યારણના વિવિધ આરએફઓ ફોરેસ્ટર ગાર્ડ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
ભૂતકાળમાં ઘુડખર અભયારણ્ય વિભાગ, ધ્રાંગધ્રાના વન અધિકારી કર્મચારીઓ દ્વારા એક ઈજાગ્રસ્ત માદા વરૂનું અભયારણ્ય વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેને સુરેન્દ્રનગર સરકારી વેટરનરી હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સારવાર આપ્યા બાદમાં વેટનરી કોલેજ-આણંદ ખાતે જરૂરી સારવાર સર્જરી માટે લઈ જવામાં આવેલું. ત્યારબાદ સતત દેખરેખ અને સારસંભાળની જરૂર હોઈ તેને સક્કરબાગ ઝુલોજીકલ પાર્ક, જુનાગઢ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું. જ્યાં તે વરૂને "દિવ્યાંગી" નામ આપવામાં આવ્યું અને બાદમાં તે વરૂની તંદુરસ્તીમાં ઉત્તરોત્તર સુધારો થતાં સક્કરબાગ ખાતે બ્રિડિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. જે સફળ રહેતા વર્ષો-વર્ષ તેણે બચ્ચાને જન્મ આપ્યો.
આ બચ્ચાઓ મોટા થતા ગુજરાત સરકાર દ્વારા આ બચ્ચાઓ તથા સક્કરબાગ ઝુલોજીકલ પાર્ક, જુનાગઢ ખાતે સ્થિત અન્ય વરૂઓને ગુજરાતના અલગ-અલગ વિસ્તાર જેવા કે, થળા-સુલતાનપુર (ધ્રાંગધ્રા), નડાબેટ તથા અન્ય વિસ્તારમાં કુદરતી આવાસમાં મુક્ત કરવા નિર્ણય કર્યો હતો. હાલ દેશમાં વરૂની સંખ્યા ખૂબ ઓછી છે ત્યારે તેની સંખ્યા વધારવા માટે વરૂની જાળવણી માટે સરકાર તે દિશામાં કામ કરી રહી છે.
ભારતીય વરૂ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972ના પરિશિષ્ટ-1માં મૂકવામાં આવેલ અને જેનું અસ્તિત્વ ભયમાં છે તે કક્ષામાં મૂકાયેલુ પ્રાણી છે. વરૂની ખાસિયત એ છે કે તે, શ્વાન કુળનું સૌથી મોટું પ્રાણી છે વરૂ જંગલનું પ્રાણી છે છતાં શુષ્ક અને ખુલ્લા મેદાનના ભાગોમાં પણ રહે છે. જંગલમાં કે વગડામાં તે કાળીયાર, હરણ, નીલગાય ક્યારેક સસલાનો શિકાર કરે છે. ઘુડખર અભ્યારણમાં ટોચના માંસાહારી પ્રાણીઓમાં વરૂ સૌથી પહેલા સ્થાને આવે છે. ભારતમાં વરૂ (નાર)ની સંખ્યામાં સતત ઘટાડો થયો છે પણ કચ્છના અને સૌરાષ્ટ્રના ગાંડાબાવળોના જંગલોમાં વરૂઓ ટકી રહ્યા છે.
