Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ: 200 સખીમંડળની બહેનો પંચગવ્ય આધારિત ઉત્પાદિત વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરશે

Live TV

X
  • જૂનાગઢ જિલ્લાના 5,930 સ્વ સહાય જૂથની 58,940 બહેનો પંચગવ્ય આધારિત ઉત્પાદિત વસ્તુઓનું ઇ-કોમર્સ પોર્ટલ પર વેચાણ કરી શકશે.

    જૂનાગઢ જિલ્લાની 200 સખી મંડળની બહેનો તેમના ઉત્પાદનો ભારતભરમાં તેમજ વિદેશમાં વેચાણ કરી શકે તે માટે જૂનાગઢ ગ્રામ વિકાસ એજન્સી અને ગીર ગૌ જતન સંસ્થા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યાં છે. હવે જૂનાગઢ જિલ્લાના 5,930 સ્વ સહાય જૂથની 58,940 બહેનો પંચગવ્ય આધારિત ઉત્પાદિત વસ્તુઓનું ઇ-કોમર્સ પોર્ટલ પર વેચાણ કરી શકશે.

    હાલ જૂનાગઢ જિલ્લાની 200 સખી મંડળની બહેનો જોડાયેલી છે અને પંચગવ્ય આધારિત વસ્તુઓનું ઇ-કોમર્સ પોર્ટલ પર વેચાણ કરી રહી છે. મહિલાઓના જીવનમાં સુધારો આવે અને ટકાઉ આજીવિકા મેળવીને આર્થિક રીતે સક્ષમ બને તે માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય આજીવિકા મિશનની શરૂઆત કરવામાં આવી છે. મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓને વેચાણનું પ્લેટફોર્મ મળે તે માટે જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે આ નવતર પ્રયોગ કર્યો છે. ગોંડલની ગીર ગૌ જતન સંસ્થાન છેલ્લા 10 વર્ષથી દેશ-વિદેશમાં ઓર્ગેનિક પ્રોડક્ટનું ઓનલાઈન વેચાણ કરે છે. જૂનાગઢ જિલ્લા સ્વસહાય જૂથો બજારમાં સીધી રીતે વેચાણ કરી શકે તે માટે આ MOU કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply