Skip to main content
Settings Settings for Dark

'મારી દીકરી સમૃદ્ધ દીકરી' અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં આજે 2,000 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા

Live TV

X
  • મહેસાણામાં 2,000 કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા હતા અને પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    'મારી દીકરી સમૃદ્ધ દીકરી 'અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ આજે મહેસાણામાં 2,000 કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા હતા અને પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે ભારત સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 'મારી દીકરી સમૃદ્ધ દીકરી' અભિયાન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહેસાણા મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે જિલ્લા પોસ્ટ સુપ્રીટેન્ડેન્ટ અલ્પેશ શાહે જણાવ્યું હતું કે, મહેસાણામાં અત્યાર સુધીમાં 42,000 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ વર્ષે 25,000 દીકરીઓને 'મારી દીકરી સમૃદ્ધ દીકરી', યોજનાનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

    કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે ગુરુવારે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ‘મારી દીકરી સમૃદ્ધ દીકરી’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાનના પહેલા દિવસે ગુજરાત ટપાલ વિભાગ દ્વારા ગુજરાત અને સંઘ પ્રદેશમાં એક દિવસમાં 38000 સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા હતા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply