Skip to main content
Settings Settings for Dark

ડાયનાસોર મ્યુઝીયમ રૈયોલી- બાલાસિનોર

Live TV

X
  • રૈયોલીમાં રૂ.16.50 કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક - ડાયનાસોર મ્યુઝિયમ ફેઇજ- ૨ ના વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત આજે વિશ્વના નક્શામાં મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહીસાગરના રૈયોલીમાં ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા રૂ.૧૬.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલા દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક - ડાયનાસોર મ્યુઝિયમ ફેઇજ- ૨ ના વિકાસકામોનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. 

    તેમણે ઉમેર્યું હતું કે, રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ હાસલ કરી છે. રૈયોલી ખાતે નિર્માણ પામેલા આ ડાયનાસોર મ્યૂઝિયમ દ્વારા ગુજરાતની ધરતીના ગૌરવની વધુ એક ઝાંખી હવે વિશ્વ નિહાળશે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસન સ્થળોને ઉજાગર કરવા સાથે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ વિશ્વ કક્ષાના આયોજનો કરી થીમ આધારિત મેળાઓનું આયોજન કરીને રાજ્યના ટુરીઝમને જીવંત કર્યું છે. વધુમાં મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, અત્યાર સુધી ડાયનાસોર વિશે માત્ર કલ્પનાઓ કરી હતી, કેવા મહાકાય દેખાતા હશે, શું ખાતા હતા, કેવી રીતે જીવતા હતા, આ બધી કલ્પનાઓનો જવાબ અહીં મ્યુઝીયમ જોયા પછી મળશે. વિશ્વનું આ ત્રીજું ડાયનાસોર મ્યુઝીયમ વિશ્વના અનેક પ્રવાસીઓ, પુરાતત્વ વિદો અને વિષય નિષ્ણાતો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

    આ મ્યુઝિયમમાં લગભગ 40 જેટલાં ડાયનોસોરના સ્કલ્પચર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. જે તેમના કદ, આકાર, આદતો અને રહેણાંક વિસ્તારની સચોટ માહિતી પુરી પાડે છે. અહી બાળકોના મનોરંજન માટે ‘ડિનો ફન’ પણ બનાવવામાં આવ્યું છે. ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ બાળકથી લઇને વડીલો સુધી તમામ ઉંમરના લોકો માટેનું એક આગવું પ્રવાસન સ્થળ છે. અહીં આવતા પ્રવાસીઓ પાર્ક અને મ્યુઝિયમમાં લગાવવામાં આવેલા ડાયનોસોરના સ્ટેચ્યુ સાથે ફોટા - સેલ્ફી પણ લઈ શકે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply