મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતેથી 66 કે.વીના 4 સબ સ્ટેશનોનું લોકાર્પણ કર્યું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતેથી ૬૬ કે.વીના 4 સબ સ્ટેશનોનું લોકાર્પણ કર્યું છે. રૂપિયા 32 કરોડના ખર્ચે નવનિર્મિત આ સબસ્ટેશનોથી અમદાવાદ, ભરૂચ, સાબરકાંઠા જિલ્લાના 45 ગામોના 24,000 વીજ ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વીજળી પુરી પાડવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વીજળીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે અને આ વિકાસનો પાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો. સરકારના સતત પ્રયત્નોને કારણે આજે ગુજરાતના દરેક ગામડામાં વીજળી મળી રહી છે. આ ઉપરાંત આદિવસી વિસ્તારોમાં 500 જેટલા મોબાઈલ ટાવરો ઊભા કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં અત્યારે 588 સબ સ્ટેશનો આવેલા છે અને દર વર્ષે રાજ્યમાં નવા 78 સબ સ્ટેશનો બની રહ્યા છે. આ પ્રસંગે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી તથા સાંસદો, ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્યમાં છેલ્લાં 20 દિવસમાં 22 વીજ સબ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. અમદાવાદ જિલ્લામાં હાલ 85, ભરૂચમાં 62 અને સાબરકાંઠામાં 59 વીજ સબસ્ટેશન કાર્યરત છે. આવનારા બે વર્ષોમાં આ ત્રણેય જિલ્લામાં કુલ મળીને 39 નવા સબસ્ટેશન નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે
