મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની "આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર" અંતર્ગત કલ્પતરુહ પ્રોજેક્ટ કાર્યક્રમમાં ઉપસ્થિતિ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની "આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર" અંતર્ગત કલ્પતરુહ પ્રોજેક્ટ કાર્યક્રમમાં ઉપસ્થિતિ
25 જૂને સેક્ટર 28 ગાંધીનગર ખાતે બ્રહ્માકુમારીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તથા ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, રાજયોગીની ઉષાદીદી, બી.કે.નેહાબેન, બ્રહ્માકુમારી ગાંધીનગર સંચાલિકા રાજયોગીની કૈલાશદીદી,ગાંધીનગર ભાજપ અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ, ગાંધીનગર ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશુભાઈ પટેલ, કલેકટર ડૉ. કુલદીપ આર્ય, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ડૉ.ધવલ પટેલની ઉપસ્થિતિમાં ‘કલ્પતરુહ’ પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરીને આ પ્રોજેક્ટ વિષે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાના ‘કલ્પતરુહ' પ્રોજેક્ટની સરાહના કરતાં સંસ્થાના કાર્યોને બિરદાવ્યા. બ્રહ્માકુમારી જેવી આધ્યાત્મિક સંસ્થા ધર્મના મૂલ્યોના જતનની સાથે સાથે અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ યોગદાન આપી રહેલ છે તે બદલ સંસ્થાના સંચાલકોને અભિનંદન પાઠવ્યા. વૃક્ષો વર્તમાન સમયની ખૂબ જ મહત્વની જરૂરિયાત છે. આ જરૂરિયાતને સમજીને અને પર્યાવરણના મૂલ્યોના જતન માટે બ્રહ્માકુમારી દ્વારા ગુજરાતમાં 6,00,000 અને સમગ્ર દેશમાં 40,00,000 વૃક્ષારોપણ અને જતનના કાર્ય બદલ સરકાર વતી ખુશી વ્યક્ત કરી હતી.બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ગુજરાતમાં 6,00,000 અને સમગ્ર દેશમાં 40,00,000 વૃક્ષારોપણ અને જતનના કાર્ય કરવામાં આવ્યું
