ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને દેશની ઓપન યુનિવર્સિટી કેટેગરીમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયો
Live TV
-
યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલું આ રાષ્ટ્રકક્ષાનું સન્માન નેક A++ પછીની સૌથી મોટી સિદ્ધિ છે
ગુજરાતની એક માત્ર રાજ્ય સ્તરીય ઓપન યુનિવર્સિટી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમ વર્ક અંતર્ગત સમગ્ર દેશની ઓપન યુનિવર્સિટી કેટેગરીમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયો છે. યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલું આ રાષ્ટ્રકક્ષાનું સન્માન નેક A++ પછીની સૌથી મોટી સિદ્ધિ છે.
યશસ્વી કુલપતિ પ્રો. ડૉ. અમી ઉપાધ્યાયના કાર્યકાળમાં નેક એક્રેડિટેશન (NAAC – A++), 12 B ઉપરાંત રાષ્ટ્રકક્ષાએ ઓપન યુનિવર્સિટીઝ રેન્કિંગમાં India Rankings – 2024 અંતર્ગત અગ્રહરોળમાં પુરસ્કૃત થવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ભારતમંડપમ ખાતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, રાજ્યકક્ષાના મંત્રી સુકાંતા મજમુદાર, અને UGCના ચેરમેન એમ. જગદીશકુમાર અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. અમી ઉપાધ્યાયની હાજરીમાં યોજાયેલા અભિવાદન સમારોહમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દેશની અગ્રણી ઉચ્ચ શિક્ષણ સંસ્થા યાદીમાં સ્થાન પ્રાપ્ત કરે છે. રાજ્યના વિદ્યાજગતમાંથી બહોળી સંખ્યામાં અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યાં છે.
