Skip to main content
Settings Settings for Dark

તરણેતર મેળામાં ૧લી થી ૩જી સપ્ટેમ્બર દરમ્યાન ૧૭મા ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન

Live TV

X
  • તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આગામી ૧લી સપ્ટેમ્બર થી ૩જી સપ્ટેમ્બર દરમ્યાન ૧૭મા ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાઈઓ માટે ટૂંકી દોડ, લાંબીદોડ, લાંબીકૂદ, ગોળા ફેંક, કબડ્ડી, રસ્સા ખેંચ, અને બીજી અન્ય રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે બહેનો માટે ટૂંકી દોડ, લાંબી દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, વોલી બોલ ,કબડ્ડી, લંગડી, દોરડા કુદ બીજી અન્ય રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે તેમ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની યાદીમાં જણાવાયું છે.

    આ ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેવા ઇચ્છતી જિલ્લાની ટીમોની તેમજ ઇચ્છુક રમતવીરોની એન્ટ્રીઓ “જિલ્લા રમત વિકાસ અધિકારી - સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્પીનિંગ મીલ સામે, મીલ રોડ, જિ. સુરેન્દ્રનગર મું. લીંબડી-૩૬૩૪૨૧”ને તા.૨૨ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે. 

    આ અંગેના એન્ટ્રી ફોર્મ દરેક જિલ્લામાં જીલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતેથી ઉપલબ્ધ થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply