Skip to main content
Settings Settings for Dark

તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનને મંજૂરી, અંબાજી અને અજિતનાથ જૈન મંદિર વચ્ચે કડીરૂપ બનશે

Live TV

X
  • આ નવી રેલવે લાઇનની કુલ લંબાઈ 116 કિલોમીટર છે. આ પ્રોજેક્ટ લગભગ 40 લાખ કામકાજ માટે બાંધકામ દરમિયાન સીધી રોજગારીનું સર્જન કરશે.

    આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ તારંગા હિલ-અંબાજી-આબુ રોડ પર નવી રેલવે લાઇનને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું કે, આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.2,798 કરોડથી વધુ થશે અને 2026-27 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ નવી રેલવે લાઇનની કુલ લંબાઈ 116 કિલોમીટર છે.  આ પ્રોજેક્ટ લગભગ 40 લાખ કામકાજ માટે બાંધકામ દરમિયાન સીધી રોજગારીનું સર્જન કરશે. આ રેલવે લાઇન અંબાજી શક્તિપીઠ અને અજિતનાથ જૈન મંદિર વચ્ચે કડીરૂપ બનશે. આ મહત્વના પ્રોજેક્ટ થકી પવિત્ર યાત્રાધામ અંબાજીના દર્શને જતા ભાવિકો ઉપરાંત આબુ અને તારંગા જતા જૈન યાત્રિકોને આવાગમનની મોટી સુવિધા પ્રાપ્ત થશે. પ્રવાસનની દ્રષ્ટિથી આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    ગુજરાતમાં આ રેલવે લાઈનને રાજસ્થાન સાથે જોડવાનું કામ પણ થશે તથા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના લોકોને આ રેલવે લાઈનથી ફાયદો થશે. આ રેલવે લાઇન કૃષિ અને સ્થાનિક ઉત્પાદનોની ઝડપી હિલચાલને સરળ બનાવશે. ગુજરાત તથા રાજસ્થાનની અંદરના પ્રદેશમાં અને દેશના અન્ય ભાગોમાં પણ લોકોને ગતિશીલતા પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ હાલની અમદાવાદ-આબુ રોડ રેલ્વે લાઇન માટે વૈકલ્પિક માર્ગ પણ પ્રદાન કરશે. સૂચિત ડબલિંગનું સંરેખણ રાજસ્થાનના સિરોહી જિલ્લા અને ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી પસાર થશે.

    આ નિર્ણય બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનો આભાર માન્યો હતો. તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાને મંજૂરી માટે પ્રધાનમંત્રીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આભાર માન્યો હતો. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની આ જાહેરાતથી રાજ્યમાં રોજગારી વધશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply